ધોળકાના ખલ્લકપુર વિસ્તારમાં રહેતી પરણીતા રેશમાબાનુ ઉં.૩૧એ પ્રેમીના ત્રાસથી ચીઠી લખીને ઝેરી દવા ગટગટાવી લેતા પાશ્વનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે ત્યા તેની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું મહિલાના લગ્ન ધોળકામાં રહેતા ઈલીયાસ ઇબ્રાહીમ મલેક જોડે થયા હતા ઘર સામે જ રહેતા યુવાન જુલકર સલીમ મોલાના શેખ સાથે આંખ મળી ગઈ હતી ત્યારે જુલકર શેખે રેશ્માબાનુંને લગ્નની લાલચ આપી વારંવાર શારીર સુખ માણેલ અને વારંવાર યુવતીને બદનામ કરવા ની ધમકી આપી અને તેનો ફાયદો ઉઠાવતો હતો આથી કંટાળી યુવતી તેના પતી સાથે અન્ય જગ્યાએ ભાડે મકાન રાખી રહેવા જતી રહી હતી પણ આ યુવકે ત્યા પણ તેનો પીછો નહી છોડતા અને જબરજસ્તીથી શરીરસુખ માણવા ધમકીઓ આપતો હોવાથી યુવતીએ કંટાળી દવા ગટગટાવી લેતા પરિવારજનોએ ઝડપી ન્યાય મળે તેવી માંગ કરી છે
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર