પાલનપુરના ગઢ ગામે રૂપિયા 6 કરોડની લૂંટ થવા પામી છે અમદાવાદનો સોના-ચાંદીનો વેપારી લૂંટાયો હોવાનું જાણવા મળ્યું છે અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા વેપારી પાસેથી હીરા-સોના સહીત 6 કરોડની લૂંટ ચલાવાઇ છે બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા ઠેરઠેર પોલીસની નાકાબંધી કરી હતી બનાસકાંઠા ગઢમાં થયેલી લૂંટ બાદ એસપીણા આદેશથી જુનાડીસા ગામે સઘન વાહન ચેકિંગ ચાલુ કરાયું હતું જુના ડીસા ડીસા પાટણ હાઈવે પર ડીસા તાલુકા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું
અહેવાલ રાજુ સી પુનડીયા City News ડીસા બનાસકાંઠા