અમદાવાદમાં બુધવારની ગોઝારી રાત ઇતિહાસમાં કાળમુખી બની છે. લોકો ગાઢ નિદ્રા માણી રહ્યા હતા તે એ જ સમયે પોશ વિસ્તાર એવા ઇસ્કોન બ્રિજ થોડીવારમાં લાશોના ઢગલામાં ફેરવાઇ ગયો હતો. ઇસ્કોન બ્રિજ પર હવે કાળરૂપી કાળી ટીલી લાગી ગઈ છે. ઇસ્કોન બ્રિજ પર ફરવા નીકળેલા યુવાનો ચિચિયારીઓ પાડતા હતા. પરંતુ બીજી ઘડીએ એક નબીરાએ પોતાની કારથી અકસ્માત કરી 9 લોકોની હત્યા જ કરી હોય તેવી સ્થિતિ સર્જી દીધી હતી. બ્રિજ પર 200 મીટર સુધી લાશનો પથારો થઈ ગયો હતો.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો ઈસ્કોન બ્રિજ ઉપર પેહેલાથી જ થયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકોને જેગુઆર કારે કચડી નાખ્યા હતા આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે અન્ય મૃતકોમાં વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.
અકસ્માતમાં ભોગ બનનાર લોકોમાં નિરવ રામાનુજ ચાંદલોડિયા, અમન કચ્છી સુરેન્દ્રનગર, કૃણાલ કોડિયા બોટાદ, રોનક રાજેશભાઇ વિહલપરા બોટાદ, અરમાન અનિલ વઢવાનિયાં સુરેન્દ્રનગર, અક્ષર ચાવડા બોટાદ, ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર ટ્રાફિક પોલીસકર્મી અને નિલેશ ખટિક હોમગાર્ડનો સમાવેશ થાય છે જ્યારે એક મૃતકની હજુ સુધી ઓળખ થઈ નહીં હોવાથી પોલીસ મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે તેમજ જીવલેણ અકસ્માત સર્જી નવ નવ ઝીંદગીઓ છીનવી લેનાર કારચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર