જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ગુરૂ દતાત્રેય શિખર ઉપર જૈનનાં સમર્થકો દ્વારા કરેલ હુમલાનો વિવાદ વકર્યો છે. જેને લઈ ભવનાથ ખાતે અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ દિલ્હી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી અને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ હોવાનું ગણાવ્યું હતુ. તેમજ આ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. દત્તાત્રેય શિખરનો મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રનાં જૈન સમુદાયનાં લોકોએ દત્તાત્રેય શિખર પર હુમલો કરી અને પહોંચાડવાની પ્રવૃતિ કરી હતી. જેથી આ ઘટનાને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ હોવાનું ગણાવ્યું હતું. ઉપરાંત આ ઘટનાને લીધે સમગ્ર સાધુ સમાજ, સનાતન ધર્મ, અખાડા પરિષદનું અપમાન થયું હોવાનું ગણાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.
વિનોદ મકવાણા,જૂનાગઢ