ખેડબ્રહ્મા ખાતે બે દિવસ પહેલા થયેલ મોટર સાયકલ અને હોન્ડા અમેજના ગમખ્વાર અકસ્માતમાં પ્રજાપતિ સમાજના ૩ પૈકી બે ના મોતના મામલે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આ બાબતે આરોપીની સત્વરે ધરપકડ કરી ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ખેડબ્રહ્મા ખાતે થયેલ અકસ્માતમાં એક જ ઘરના પ્રજાપતિ પરિવારના માતા અને પુત્રના મોત થતાં માતમ છવાયો છે. તેવા સંજોગોમાં મૃતાત્માંને શ્રધાંજલિ આપવા આવી હતી જેમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ, ગુજરાત પ્રદેશના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને આક્રોશ સાથે જણાવ્યું કે, આ બાબતે પોલીસ ન્યાયિક ઊંડાણ પૂર્વક તપાસ કરે, આ અકસ્માત નહિ પરંતુ એક મર્ડર અને ઇરાદા પૂર્વકનું કાવતરું હોવાનું જણાવ્યું હતું ઉપરાત જો ન્યાય નહિ મળે તો સાબરકાંઠાનો પ્રજાપતિ સમાજ રેલી સ્વરૂપે સાબરકાંઠા કલેકટરને આવેદનપત્ર આપશે. આ ઉપરાત પોલીસ આરોપી સામે ૩૦૨ નો ગુન્હો દાખલ કરી તટસ્થ તપાસ કરાવે, આરોપીને છાવરી કેસ દબાવવાની કોશિશ કરે નહિ. જો ન્યાય નહિ મળે તો ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ગુજરાતનાં ડી.જી. સુધી ન્યાયિક તપાસ માટે કરાશે રજુવાતો કરવામાં આવશે