રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં 52 વર્ષીય હસમુખભાઈ પરેચાનું બ્રેઈન ડેડથી મૃત્યુ થતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. પરિવારના આ અંગદાનના નિર્ણયમાં 52 વર્ષીય પુરુષનું 2 કિડની, લીવર , સ્કીન અને 2 આંખોનું અંગદાન કરતાં 6 લોકોને નવજીવન મળશે. તમામ અંગ રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલવામાં આવશે. વ્હાલસોયા વ્યક્તિને ગુમાવવાના આઘાતમાં પણ પરિવારે અન્યને મદદરૂપ થવાની ખેલદિલિ બતાવી એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.